મુખ્ય સામગ્રી પર જાઓ

Cuth વિશે બાઇબલની કલમો: Called also Cuthah. A district of Asia, from which colonists were transported to Samaria.

7 કલમો · 1 પાસું

Called also Cuthah. A district of Asia, from which colonists were transported to Samaria. વિશે કલમો

  1. ¶ આશ્શૂરના રાજાએ બાબિલ, કુથા, આવ્વા, હમાથ તથા સફાર્વાઈમમાંથી લોકોને લાવીને ઇઝરાયલી લોકોની જગ્યાએ સમરુનનાં નગરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરુનનો કબજો લીધો. અને તેઓ તેનાં નગરોમાં રહ્યા.

  2. ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.

  3. માટે તેઓએ આશ્શૂરના રાજાને કહેવડાવ્યું કે, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનના નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી. આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે, જુઓ સિંહો લોકોને મારી નાખે છે, કેમ કે, એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા.”

  4. ¶ ત્યારે આશ્શૂરના રાજાએ આજ્ઞા કરી કે, “જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે.”

  5. તેથી જે યાજકોને તેઓ સમરુનમાંથી લઈ આવ્યા હતા, તેઓમાંથી એક યાજક આવીને બેથેલમાં રહ્યો, તેણે તેઓને કેવી રીતે યહોવાહની આરાધના કરવી તે શીખવ્યું.

  6. ¶ દરેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવો બનાવીને તેઓ જયાં રહેતા હતા તે નગરમાં, ત્યાં સમરુનીઓએ બનાવેલા ઉચ્ચસ્થાનોમાં તેઓને મૂક્યા.

  7. બાબિલના લોકોએ સુક્કોથ-બનોથ નામે મૂર્તિ બનાવી; કુથના લોકોએ નેર્ગાલ નામે મૂર્તિ બનાવી; હમાથના લોકોએ અશીમા નામે મૂર્તિ બનાવી;