Skip to content

Book વિશે બાઇબલની કલમો: Sealed

5 કલમો · 16 પાસાં

Sealed વિશે કલમો

  1. ¶ રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે મહોરબંધ કરેલું હતું.

  2. તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, ‘આ ઓળિયું ખોલવાને અને તેનું મહોર તોડવાને કોણ યોગ્ય છે?’”

  3. ¶ પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો.

  4. ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ.

  5. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.