Abia વિશે બાઇબલની કલમો: 2. Son of Samuel
2. Son of Samuel વિશે કલમો
¶ જયારે શમુએલ વૃદ્ધ થયો, ત્યારે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયલ ઉપર ન્યાયાધીશો બનાવ્યાં.
તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.
તેના દીકરાઓ તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા. તેઓએ લાંચ લઈને ન્યાયપ્રક્રિયાને ભ્રષ્ટ કરી.
¶ પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.
તેઓએ તેને કહ્યું, “જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ.”
¶ શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.