Zeresh
Zeresh નો ઉલ્લેખ કરતી કલમો
તેમ છતાં હામાન ગુસ્સા પર કાબૂ રાખી ઘરે પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા.
¶ ત્યારે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને સલાહ આપી, “પચાસ ફૂટ ઊંચી એક ફાંસી તૈયાર કરાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાયને તે પર ફાંસી દેવી અને પછી તું આનંદથી રાજા સાથે મિજબાની માણજે.” આ સલાહ હામાનને પસંદ પડી અને તેઓના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી.
પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધાં મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્રમંડળે તેને કહ્યું “મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય, તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ.”