મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.

  2. તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.

  3. તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.

  4. હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા.

  5. આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.

  6. હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.

  7. આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.

  8. જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.

  9. આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.

  10. કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.

  11. કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.

  12. હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.

  13. આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.

  14. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા પોકારને તમારી પાસે આવવા દો.

  15. મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારું સાંભળો. જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.

  16. તે તમારા રોષને કારણે છે, કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે.

  17. પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.

  18. કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.

  19. હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે.

  20. યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે.

  21. આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે.

  22. કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,

  23. પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.

  24. જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે, ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે.

  25. તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી છે. તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે.