Skip to content

ગીતશાસ્ત્ર ૩

સંકટ અને ઉપહાસ ૧–૨

૧
હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
૨
ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ

ઈશ્વર પર ઢાલ તરીકે ભરોસો ૩–૪

૩
પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
૪
હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ

જોખમ વચ્ચે શાંતિપૂર્ણ ઊંઘ ૫–૬

૫
હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
૬
જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.

દૈવી ઉદ્ધાર માટે પ્રાર્થના ૭–૮

૭
હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
૮
વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0