ગીતશાસ્ત્ર ૧૧૪
ઈશ્વર ઇઝરાયલને મિસરમાંથી દોરી લાવે છે ૧–૨
૧
જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
૨
ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
ઈશ્વરની હાજરીથી પ્રકૃતિની પ્રતિક્રિયા ૩–૪
૩
સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.
૪
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
સૃષ્ટિને પૂછાયેલા અલંકારિક પ્રશ્નો ૫–૬
૫
અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?
૬
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
પ્રભુની હાજરી ભયમાન થવાનું માગે છે ૭–૮
૭
હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
૮
તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Study note