Skip to content
ઝખાર્યા ૨:૧-૫

ઝખાર્યા ૨:૧-૫

મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.
મેં કહ્યું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું.”
પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો.
બીજા દૂતે તેને કહ્યું, “દોડ અને પેલા જુવાનને કહે કે, ‘યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.
કેમ કે, યહોવાહ કહે છે કે, ‘હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options