સોલોમનના ગીતો ૮:૫
આસપાસના સંદર્ભ સાથે કલમ ૫ બતાવી રહ્યા છીએ.
૨
હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે, અને તું મને શીખવત. હું તને મસાલેદાર દ્રાક્ષારસ, અને તને મારા દાડમનો રસ પીવાને આપત.
૩
તેનો ડાબો હાથ મારા માથા નીચે છે; તેનો જમણો હાથ મને આલિંગન કરે છે.
૪
ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહી.
૫
પોતાના પ્રીતમ પર ટેકીને રણમાંથી, આ યુવતી કોણ આવે છે? મેં તેને સફરજનના વૃક્ષ નીચે જગાડયો; જ્યાં તારી માતા જન્મ આપતાં કષ્ટાતી હતી; ત્યાં તેણે તને જન્મ આપ્યો.
૬
મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.
૭
ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ, જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી. જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ તેને લોકો ધિક્કારે છે.
૮
અમારે એક નાની બહેન છે, હજી તે પુખ્ત થયેલી નથી, હવે જે દિવસે તેનું માગું આવશે ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું?
Settings