ખડકની તિરાડમાં કબૂતર અને નાની શિયાળીઓ
૧૪
હે ખડકની ફાટોમાં, પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી, મને તારો ચહેરો જોવા દે, તારો અવાજ સાંભળવા દે. કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે.”
૧૫
શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો, તે દ્રાક્ષવાડીઓને બગાડે છે, અમારી દ્રાક્ષવાડી ફૂલોથી ખીલી રહી છે.
૧૬
મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.
૧૭
હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0