મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૭૩:૧૭-૨૨

પવિત્રસ્થાનમાં પરિવર્તનનો ક્ષણ

ગીતશાસ્ત્ર ૭૩:૧૭-૨૨
૧૭
પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.
૧૮
ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.
૧૯
તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.
૨૦
માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
૨૧
કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.
૨૨
હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options