Skip to content
ગીતશાસ્ત્ર ૩૧:૯-૧૪

ગીતશાસ્ત્ર ૩૧:૯-૧૪

૯
હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
૧૦
કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
૧૧
મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
૧૨
મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
૧૩
કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
૧૪
પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options