Skip to content
ગીતશાસ્ત્ર ૩૧:૧૪-૧૮

નવો વિશ્વાસ અને વિશિષ્ટ અરજીઓ

ગીતશાસ્ત્ર ૩૧:૧૪-૧૮
૧૪
પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
૧૫
મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
૧૬
તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
૧૭
હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો.
૧૮
જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options