મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨૪:૩૦-૩૪

આળસુ માણસના ખેતરનું નિરીક્ષણ

નીતિવચનો ૨૪:૩૦-૩૪
૩૦
હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો;
૩૧
ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો.
૩૨
પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી.
૩૩
હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો.
૩૪
એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options