Skip to content
ફિલેમોને પત્ર ૧:૨૧-૨૫

સમાપનનો વિશ્વાસ અને વંદન

ફિલેમોને પત્ર ૧:૨૧-૨૫
૨૧
તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.
૨૨
સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.
૨૩
એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,
૨૪
સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
૨૫
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options