Naar de inhoud
ગણના ૨૪:૧૫-૨૫

ગણના ૨૪:૧૫-૨૫

૧૫
બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું, “બેઓરના દીકરા બલામ, જેની આંખો ખુલ્લી હતી તે કહે છે.
૧૬
જે ઈશ્વરની વાણી સાંભળે છે, જેને પરાત્પર ઈશ્વર પાસેથી ડહાપણ પ્રાપ્ત થયું છે, જે ખુલ્લી આંખો રાખીને સર્વસમર્થ ઈશ્વરનું દર્શન પામે છે, તે કહે છે.
૧૭
હું તેને જોઉં છું, પણ તે અત્યારે નહિ. હું તેને જોઉં છું, પણ પાસે નહિ. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે. તે મોઆબના આગેવાનોનો નાશ કરી નાખશે. અને શેથના બધા વંશજોનો તે નાશ કરશે.
૧૮
અદોમ ઇઝરાયલનું વતન પ્રાપ્ત કરશે. અને સેઈર પણ તેનું વતન પ્રાપ્ત કરશે, તે બન્ને ઇઝરાયલના શત્રુઓ હતા, જેના પર ઇઝરાયલ વિજેતા થશે.
૧૯
યાકૂબમાંથી એક રાજા નીકળશે જે આધિપત્ય ધારણ કરશે, તે નગરમાંથી બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”
૨૦
પછી બલામે અમાલેકીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “અમાલેકી પહેલું મોટું રાજ્ય હતું, પણ તેનો છેલ્લો અંત વિનાશ હશે.”
૨૧
અને બલામે કેનીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “તું જે જગ્યાએ રહે છે તે મજબૂત છે, અને તારા માળા ખડકોમાં બાંધેલા છે.
૨૨
તોપણ કાઈન વેરાન કરાયો છે જ્યારે આશ્શૂર તને કેદ કરીને દૂર લઈ જશે.”
૨૩
બલામે છેલ્લી ભવિષ્યવાણી કરતાં કહ્યું, “અરે! ઈશ્વર આ પ્રમાણે કરશે ત્યારે કોણ જીવતું બચશે?
૨૪
કિત્તીમના કિનારા પરથી વહાણો આવશે; તેઓ આશ્શૂર પર હુમલો કરશે અને એબેરને કચડી નાખશે, પણ તેઓનો, અંતે વિનાશ થશે.”
૨૫
પછી બલામ ઊઠીને ચાલ્યો ગયો. તે પોતાને ઘરે પાછો ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે ગયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options