Skip to content
ગણના ૧૧:૩૧-૩૫

બટેર મોકલવામાં આવે છે અને કિબ્રોત-હત્તાવામાં ન્યાય

ગણના ૧૧:૩૧-૩૫
૩૧
પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી.
૩૨
તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ ઊભા રહી લાવરીઓને ભેગી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ તેને છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી.
૩૩
પણ માંસ હજી તેઓના મોમાં જ હતું. અને તે ચવાયું પણ નહોતું એટલામાં તો તેઓના ઉપર યહોવાહનો કોપ સળગી ઊઠયો. અને લોકોને યહોવાહે મોટી મરકીથી માર્યા.
૩૪
તેથી તેઓએ એ જગ્યાનું નામ ‘કિબ્રોથ હાત્તાવાહ’ પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા.
૩૫
અને લોકો કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથ ગયા અને તેઓ હસેરોથમાં રહ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options