મૂસા હોબાબને માર્ગદર્શક બનવા વિનવે છે
ગણના ૧૦:૨૯-૩૨
૨૯
¶ અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”
૩૦
પણ હોબાબે મૂસાને ઉત્તર આપ્યો કે, “હું તમારી સાથે નહિ આવું. હું તો મારા પોતાના દેશમાં મારાં સગાઓ પાસે જઈશ.”
૩૧
¶ મૂસાએ જવાબ આપ્યો કે, “કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે.
૩૨
અને જો તું અમારી સાથે આવશે તો એમ થશે કે, યહોવાહ અમારું જે કંઈ ભલું કરશે તેમ અમે તમારું ભલું કરીશું.”
Settings