Skip to content
નહેમ્યા ૭:૬-૩૮

નહેમ્યા ૭:૬-૩૮

“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.
પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
૧૦
આરાહના વંશજો છસો બાવન,
૧૧
યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
૧૨
એલામના વંશજો એક હજાર બસો ચોપન,
૧૩
ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
૧૪
ઝાકકાયના વંશજો સાતસો આઠ.
૧૫
બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,
૧૬
બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
૧૭
આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
૧૮
અદોનિકામના વંશજો છસો સડસઠ.
૧૯
બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
૨૦
આદીનના વંશજો છસો પંચાવન,
૨૧
હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
૨૨
હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
૨૩
બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
૨૪
હારીફના વંશજો એકસો બાર,
૨૫
ગિબ્યોનના વંશજો પંચાણું
૨૬
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
૨૭
અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
૨૮
બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
૨૯
કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,
૩૦
રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
૩૧
મિખ્માશના વંશજો એકસો બાવીસ,
૩૨
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
૩૩
નબોના વંશજો બાવન,
૩૪
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
૩૫
હારીમના વંશજો ત્રણસો વીસ,
૩૬
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
૩૭
લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
૩૮
સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options