Skip to content
નહેમ્યા ૧૨:૧-૨૧

નહેમ્યા ૧૨:૧-૨૧

જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,
અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,
શખાન્યા, રહૂમ, મરેમોથ.
ઇદ્દો, ગિન્નથોઈ, અબિયા,
મીયામીન, માદ્યા, બિલ્ગા,
શમાયા, યોયારીબ, યદાયા,
સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશૂઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય આગેવાનો હતા.
લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદમીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા, તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા.
બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા.
૧૦
યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,
૧૧
યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.
૧૨
યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,
૧૩
એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
૧૪
મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
૧૫
હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
૧૬
ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
૧૭
અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
૧૮
બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,
૧૯
યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
૨૦
સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,
૨૧
હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options