Skip to content
માથ્થી ૫:૨૧-૨૮

માથ્થી ૫:૨૧-૨૮

ક્રોધ અને સમાધાન

૨૧
‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.
૨૨
પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.
૨૩
એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે,
૨૪
તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
૨૫
જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.
૨૬
ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.

ઉચ્ચ ધોરણ: વ્યભિચાર અને વાસના

૨૭
‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.
૨૮
પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.

આ પણ જુઓ

શાસ્ત્રમાં અન્યત્ર આ વિશે શું લખ્યું છે

  • માર્ક ૧૧:૨૫

    જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.
    કલમ ૨૩ માંથી
  • 1 યોહાનનો પત્ર ૩:૧૪

    આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.
    કલમ ૨૨ માંથી
  • 1 યોહાનનો પત્ર ૩:૧૫

    દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી.
    કલમ ૨૨ માંથી
  • 1 યોહાનનો પત્ર ૪:૨૦

    જો કોઈ કહે કે, હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પર દ્વેષ કરે છે, તો તે જૂઠો છે, કેમ કે પોતાના ભાઈને તેણે જોયો છે, છતાંય તેના પર જો તે પ્રેમ કરતો નથી, તો ઈશ્વરને જેને તેણે કદી જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.
    કલમ ૨૨ માંથી
  • 1 યોહાનનો પત્ર ૪:૨૧

    જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.
    કલમ ૨૨ માંથી
  • લૂક ૧૨:૫૮

    તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.
    કલમ ૨૫ માંથી
  • લૂક ૧૨:૫૯

    હું તને કહું છું કે, તું પૂરેપૂરા નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.
    કલમ ૨૫ માંથી
  • 1 યોહાનનો પત્ર ૨:૧૬

    કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
    કલમ ૨૮ માંથી
  • યાકૂબનો ૧:૧૪

    ¶ પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
    કલમ ૨૮ માંથી
  • યાકૂબનો ૧:૧૫

    પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.
    કલમ ૨૮ માંથી
  • નીતિવચનો ૬:૨૫

    તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ.
    કલમ ૨૮ માંથી
  • પુનર્નિયમ ૫:૧૭

    ¶ તું હત્યા ન કર.
    કલમ ૨૧ માંથી

આ ક્યાં બને છે

All Matthew Sites (Jerusalem)
All Matthew Sites (Jerusalem) View full PDF
All Matthew Sites (Levant)
All Matthew Sites (Levant) View full PDF
All Matthew Sites (Eastern Mediterranean)
All Matthew Sites (Eastern Mediterranean) View full PDF

Map © Biblica Open Bible Maps · CC BY-SA 4.0

Settings

Reading Style

Typeface

Font Size 19px

Options