મુખ્ય સામગ્રી પર જાઓ
લેવીય ૨૧:૧૬-૨૪

યાજકીય સેવામાં શારીરિક યોગ્યતાઓ

લેવીય ૨૧:૧૬-૨૪
૧૬
યહોવાહે મૂસાને કહ્યું,
૧૭
“તું હારુનને કહે કે, શારીરિક ખામી ધરાવનાર તારા કોઈપણ વંશજે ઈશ્વરને અર્પણ ચઢાવવું નહિ.
૧૮
શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ પછી તે અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિ વાળા હોય,
૧૯
અથવા સુકાઈ ગયેલા હાથ વાળો હોય કે પગ વાળો હોય,
૨૦
ખૂંધો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય તેઓએ અર્પણ ચઢાવવું નહિ.
૨૧
હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની ‘રોટલી’ ચઢાવવા પાસે જવું નહિ.
૨૨
તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમ જ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.
૨૩
પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે અને તેણે મારી પવિત્ર જગ્યાઓને અશુદ્ધ કરવી નહિ. કેમ કે મેં યહોવાહે તેને પવિત્ર કરેલી છે.’
૨૪
અને મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સર્વ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહી સંભળાવ્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options