Skip to content
યહોશુઆ ૨૨:૧૦-૧૨

યર્દન પારનાં કુળો વેદી બાંધે છે

યહોશુઆ ૨૨:૧૦-૧૨
૧૦
જયારે તેઓ યર્દન નદીના પશ્ચિમ ભાગમાં આવ્યા જે કનાન દેશમાં છે ત્યાં, ત્યાં રુબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન નદી પાસે દૂરથી દેખાય એવી ઘણી મોટી વેદી બાંધી.
૧૧
ઇઝરાયલના લોકોએ આ વિષે સાંભળ્યું અને કહ્યું, “જુઓ! રુબેનના લોકોએ, ગાદ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન પાસેના ગેલીલોથના કનાન દેશની આગળ, જે ઇઝરાયલના લોકોની બાજુએ છે ત્યાં વેદી બાંધી છે.”
૧૨
જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે ઇઝરાયલના તમામ લોકો તેમની સામે યુદ્ધ કરવા સારુ શીલોહમાં એકત્ર થયાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options