Skip to content
યોહાન ૧૧:૧-૨૧

યોહાન ૧૧:૧-૨૧

૧
બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા.
૨
મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.
૩
તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે.
૪
પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.
૫
માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.
૬
તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા.
૭
ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.
૮
શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’”
૯
ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
૧૦
પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’”
૧૧
તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”
૧૨
ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’”
૧૩
ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.
૧૪
ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.
૧૫
હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’”
૧૬
ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”
૧૭
હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.
૧૮
હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું.
૧૯
માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા.
૨૦
ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.
૨૧
ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options