યશાયા ૪૧:૧૦-૧૪
૧૦
¶ તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.
૧૧
જુઓ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજ્જિત થશે; તારી વિરુદ્ધ થનાર, નહિ સરખા થશે અને વિનાશ પામશે.
૧૨
જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ; તારી સામે લડનાર, નહિ સરખા તથા શૂન્ય જેવા થશે.
૧૩
કેમ કે હું, યહોવાહ તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને, તને કહું છું કે, તું બીશ નહિ, હું તને સહાય કરીશ.
૧૪
હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ; હું તને મદદ કરીશ.” એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે.
Settings