Skip to content
ઊત્પત્તિ ૨૯:૧૩-૧૬

ઊત્પત્તિ ૨૯:૧૩-૧૬

૧૩
જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી.
૧૪
લાબાને તેને કહ્યું, “વાસ્તવમાં, આપણે એક જ લોહી તથા માંસના છીએ.” પછી યાકૂબ તેની સાથે લગભગ એક મહિના સુધી રહ્યો.
૧૫
પછી લાબાને યાકૂબને કહ્યું, “તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામ કાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?”
૧૬
હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options