Skip to content
ઊત્પત્તિ ૧૦:૨૧-૩૨

શેમના વંશજો

ઊત્પત્તિ ૧૦:૨૧-૩૨
૨૧
શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
૨૨
શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
૨૩
અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
૨૪
આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
૨૫
એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
૨૬
યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
૨૭
હદોરામ, ઉઝાલ, દિકલાહ;
૨૮
ઓબાલ, અબિમાએલ, શેબા;
૨૯
ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
૩૦
મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
૩૧
પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
૩૨
તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0