હઝકિયેલ ૧૮:૫-૧૮
૫
¶ કેમ કે જો કોઈ માણસ ન્યાયી હશે, તે ન્યાયીપણા તથા પ્રામાણિકપણે ચાલશે.
૬
જેણે પર્વતોનાં મંદિરમાં ભોજન કર્યું નહિ હોય, જેણે ઇઝરાયલી લોકોની મૂર્તિઓ તરફ પોતાની આંખો ઊંચી કરી નહિ હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, માસિક ધર્મ સમયે તે સ્ત્રી સાથે ગયો નહિ હોય.
૭
¶ જો તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, પણ દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી હોય; ચોરી થઈ ગયેલું લીધું ન હોય, પણ તેને બદલે ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપ્યું હોય.
૮
¶ જે વ્યાજ લેતો ન હોય, કે અતિશય નફો લેતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવતો હોઈ અને માણસ-માણસ વચ્ચે વિશ્વાસુપણું સ્થાપિત હોય,
૯
જે મારા વિધિઓ પ્રમાણે ચાલતો હોય અને મારા કાયદાઓનું વિશ્વાસુપણાથી પાલન કરતો હોય, તે માણસ ન્યાયી છે; તે જીવશે.” આ પ્રભુ યહોવાહ કહે છે.
૧૦
¶ પણ જો તેને એક એવો દીકરો હોય, જે લૂંટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કરનારો હોય,
૧૧
પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પણ પર્વતો પરની મૂર્તિઓના ભોજનમાંથી ખાતો હોય તથા પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી હોય.
૧૨
¶ જો તે ગરીબો તથા નિરાધારો પર જુલમ ગુજારતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ તરફ પોતાની નજર કરી હોય કે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,
૧૩
નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.
૧૪
¶ પણ જુઓ, તેને એક એવો દીકરો જન્મે કે જે પોતાના પિતાનાં કરેલાં સર્વ પાપો જોઈને, તે ઈશ્વરથી બીતો હોય, એવાં કામ કરતો ન હોય,
૧૫
પર્વતો પરના સભાસ્થાનનું ખાતો ન હોય, ઇઝરાયલી લોકોની મૂર્તિઓ તરફ નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય.
૧૬
¶ તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, ગીરવે મૂકેલી વસ્તુ લીધી ન હોય, ચોરી કરેલી વસ્તુ લીધી ન હોય, પણ ભૂખ્યાઓને અન્ન આપ્યું હોય તથા નિર્વસ્ત્રને વસ્ત્ર ઓઢાડ્યું હોય,
૧૭
ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય અને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા હોય, તો તે તેના પિતાનાં પાપોને લીધે માર્યો જશે નહિ. તે નિશ્ચે જીવશે.
૧૮
¶ તેના પિતાએ ક્રૂરતા કરીને જુલમ કર્યો હોય, પોતાના ભાઈને લૂંટ્યો હોય, પોતાના લોકોમાં જે સારું નહિ તે કર્યું હોય, તો જુઓ, તે પોતાના અન્યાયને કારણે માર્યો જશે.
Settings