Skip to content
નિર્ગમન ૧૭:૧૦-૧૬

નિર્ગમન ૧૭:૧૦-૧૬

૧૦
યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે અમાલેકીઓ સામે જંગે ચડયો. મૂસા તથા હારુન અને હૂર પર્વતના શિખર પર પહોંચી ગયા.
૧૧
ત્યાં મૂસા જ્યારે પોતાના હાથ ઊંચા કરતો, ત્યારે ઇઝરાયલનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો, ત્યારે અમાલેકીઓ જીતતા હતા.
૧૨
પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લાવીને ત્યાં મૂક્યો. મૂસા તેના પર બેઠો. અને એક બાજુથી હારુને તથા બીજી બાજુથી હૂરે ટેકો દઈને મૂસાના હાથોને સ્થિર રાખ્યા, આમ સૂર્યાસ્ત થતાં સુધી તેના હાથ ઊંચા રહ્યા.
૧૩
યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.
૧૪
પછી યહોવાહે મૂસાને કહ્યું, “આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ.”
૧૫
ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને “યહોવાહ નિસ્સી” એવું નામ આપ્યું.
૧૬
તેણે કહ્યું કે, “અમાલેકીઓ તેમના હાથ યહોવાહના સિંહાસન તરફ લંબાવ્યા હતા અને યહોવાહે પ્રતિજ્ઞા કરી છે કે, તે વંશપરંપરાગત અમાલેક સાથે યુદ્ધ કરશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options