મુખ્ય સામગ્રી પર જાઓ
પુનર્નિયમ ૩૦:૧૧-૧૪

ઈશ્વરની આજ્ઞાની સુલભતા

પુનર્નિયમ ૩૦:૧૧-૧૪
૧૧
કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો.
૧૨
તે આકાશમાં નથી કે તમે કહો કે, ‘કોણ આપણે માટે ઉપર જઈને લાવીને આપણને સંભળાવે કે આપણે તે પાળીએ?’”
૧૩
વળી તે સમુદ્રને પેલે પાર પણ નથી કે તમે કહો કે, ‘કોણ સમુદ્રને પેલે પર જઈને લાવીને અમને સંભળાવે જેથી અમે તેનું પાલન કરીએ?’
૧૪
પરંતુ તે વચન તો તમારી નજીક છે, તમારા મુખમાં અને તારા હૃદયમાં છે, કે જેથી તમે તેને પાળી શકો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options