Skip to content
દારિયેલ ૬:૨૫-૨૮

દાર્યાવેશ ઈશ્વરની સ્તુતિ કરે છે

દારિયેલ ૬:૨૫-૨૮
૨૫
પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે, “તમને અધિકાધિક શાંતિ થાઓ.
૨૬
હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી.
૨૭
તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે, તે આકાશમાં અને પૃથ્વી પર, ચિહ્નો તથા ચમત્કારો કરે છે; તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”
૨૮
આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન તથા ઇરાનની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options