મુખ્ય સામગ્રી પર જાઓ
પ્રેરિતોનાં ક્રત્યો ૨૪:૨૪-૨૭

પાઉલ ફેલિક્સ અને દ્રુસિલ્લાને સાક્ષી આપે છે

પ્રેરિતોનાં ક્રત્યો ૨૪:૨૪-૨૭
૨૪
પણ કેટલાક દિવસ પછી ફેલીક્સ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું.
૨૫
પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, ‘હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.’”
૨૬
તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા (લાંચ) આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
૨૭
પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options