Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૨:૨૨-૩૦

પ્રેરિતોનાં ક્રત્યો ૨૨:૨૨-૩૦

૨૨
તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી.
૨૩
તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
૨૪
ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
૨૫
તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’
૨૬
સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”
૨૭
ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’”
૨૮
ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’”
૨૯
ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.
૩૦
યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options