પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૩૧-૪૦
૩૧
તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.
૩૨
ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.
૩૩
ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?’
૩૪
ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી.
૩૫
પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો;
૩૬
કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, ‘તેને મારી નાખો.’”
૩૭
¶ તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, ‘મને તારી સાથે બોલવાની રજા છે?’ ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે?
૩૮
મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો (આગેવાન થઈને) તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?’
૩૯
પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’”
૪૦
તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે.
Settings