Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૬-૧૧

પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૬-૧૧

પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.
પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદ્દન પાસે હતું.
અને સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.
પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;
૧૦
કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.
૧૧
તે (પાઉલ) તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી (ત્યાં) રહ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options