2 થેસ્સલોનિકીઓને ૨:૧૫-૧૭
૧૫
માટે, ભાઈઓ, અડગ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રદ્વારા મળ્યું છે તે પ્રમાણે ચાલો.
૧૬
¶ હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં,
૧૭
તે તમારાં હૃદયોને આશ્વાસન આપો અને દરેક સારા કાર્યમાં તથા દરેક વાતમાં તમને દ્રઢ કરો.
Settings