2 શમુએલ ૭:૧૮-૨૪
૧૮
¶ પછી દાઉદ રાજા અંદર ગયો અને ઈશ્વરની સમક્ષ બેઠો; તેણે કહ્યું, ‘હે પ્રભુ ઈશ્વર, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે તમે મને આટલે સુધી લાવ્યા છો?
૧૯
હે પ્રભુ ઈશ્વર તમારી દ્રષ્ટિમાં આ વાત નાની હતી. ઈશ્વર, તમે લાંબા કાળને માટે તમારા સેવકના ઘર વિષે વચન આપ્યું છે, ભાવિ પેઢીઓ મને દેખાડી છે!
૨૦
હું દાઉદ, તમને વધારે શું કહું? પ્રભુ ઈશ્વર, તમે તમારા સેવક સંબંધે આ રાખો છો.
૨૧
તમે તમારા વચનની ખાતર તથા તમારા હેતુને પૂરા કરવા, આ સર્વ મોટાં કામો કર્યાં છે અને મારી સમક્ષ તે પ્રગટ કર્યાં છે.
૨૨
પ્રભુ ઈશ્વર, તમે મહાન છો. તમારા જેવા બીજા કોઈ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.
૨૩
તમે તમારો મહિમા થાય એ રીતે તમારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી, ત્યાંની દેશજાતિઓને દેવદેવીઓની પકડમાંથી તેઓના દેખતા મહાન અને ભયંકર કૃત્યો કરવા છોડાવ્યાં છે.
૨૪
¶ તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો.
Settings