મુખ્ય સામગ્રી પર જાઓ
2 શમુએલ ૨૨:૮-૨૦

ઈશ્વરનું પ્રગટીકરણ: ઈશ્વરનો સામર્થ્યશાળી હસ્તક્ષેપ

2 શમુએલ ૨૨:૮-૨૦
ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા.
તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા.
૧૦
અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.
૧૧
પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.
૧૨
અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
૧૩
તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
૧૪
આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો.
૧૫
તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.
૧૬
ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.
૧૭
તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.
૧૮
તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા.
૧૯
મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, પણ મારો આધાર ઈશ્વર હતા.
૨૦
વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options