Skip to content
2 શમુએલ ૧૧:૬-૧૦

2 શમુએલ ૧૧:૬-૧૦

પછી દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે, “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો.
ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું, યોઆબ કેમ છે? સૈન્યની શી ખબર છે? યુદ્ધ કેવું ચાલે છે?
પછી ઉરિયાને દાઉદને કહ્યું કે, “તારે ઘરે જા અને વિશ્રામ કર.” તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી.
પણ ઉરિયા ઘરે જવાને બદલે રાજાના મહેલનાં દરવાજા પાસે રાજાના ચાકરોની સાથે સૂઈ રહ્યો. તે પોતાના ઘરે ગયો નહિ.
૧૦
દાઉદને જણાવવાંમાં આવ્યું કે, “ઉરિયા પોતાને ઘરે ગયો નથી,” તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “શું તું મુસાફરીએથી આવ્યો નથી? તો તું શા માટે તારે ઘરે ગયો નહિ?”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options