1 થેસ્સલોનિકીઓને ૫:૧૨-૨૨
૧૨
¶ પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;
૧૩
અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.
૧૪
વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.
૧૫
¶ સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.
૧૬
સદા આનંદ કરો;
૧૭
નિરંતર પ્રાર્થના કરો;
૧૮
દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
૧૯
¶ આત્માને હોલવશો નહિ,
૨૦
પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.
૨૧
પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.
૨૨
દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
Settings