મુખ્ય સામગ્રી પર જાઓ
1 કરિંથીઓને ૯:૧-૬

પાઉલનું પ્રેરિતાઈના અધિકાર અને હક્કનું સમર્થન

1 કરિંથીઓને ૯:૧-૬
શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી?
જોકે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો.
મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે;
શું અમને ખાવાપીવાનો અધિકાર નથી?
શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી?
અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ મારે તથા બાર્નાબાસને માટે જ છે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options