Skip to content
1 કરિંથીઓને ૮:૭-૧૩

1 કરિંથીઓને ૮:૭-૧૩

પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.
પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.
પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે.
૧૦
કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?
૧૧
એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;
૧૨
અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.
૧૩
તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options