1 કાળવ્રત્તાંત ૨૪:૨૦-૩૧
૨૦
¶ લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
૨૧
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
૨૨
ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
૨૩
હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
૨૪
ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
૨૫
મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
૨૬
મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
૨૭
મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
૨૮
માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
૨૯
કીશનો પુત્ર: યરાહમેલ.
૩૦
મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
૩૧
તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
Settings