Skip to content
1 કાળવ્રત્તાંત ૧૨:૮-૧૫

ગાદના પરાક્રમી યોદ્ધાઓ

1 કાળવ્રત્તાંત ૧૨:૮-૧૫
૮
ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.
૯
તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ,
૧૦
ચોથો મિશ્માન્ના, પાંચમો યર્મિયા,
૧૧
છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ,
૧૨
આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ,
૧૩
દસમો યર્મિયા, અગિયારમો માખ્બાન્નાઈ.
૧૪
ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે સો ની બરાબર હતો, સૌથી મોટો હતો તે હજારની બરાબર હતો.
૧૫
પહેલાં મહિનામાં યર્દન પોતાના કિનારા પરથી છલકાઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણ પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0