Skip to content

Zedekiah વિશે બાઇબલની કલમો

5 કલમો · 3 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.

  2. ¶ સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; કોલાયાનો દીકરો આહાબ અને માસેયાનો દીકરો સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે ભવિષ્ય ભાખ્યું હતું તેઓના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને તે તમારા દેખતાં તેઓને મારી નાખશે.

  3. ¶ અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, ‘તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.’

  4. કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂર્ખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું.” એમ યહોવાહ કહે છે.

  5. ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં.