મુખ્ય સામગ્રી પર જાઓ

Tychicus વિશે બાઇબલની કલમો

7 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.

  2. ¶ વળી મારી બાબતના સમાચાર અને મારી સ્થિતિ કેવી છે તે તમે પણ જાણો માટે તુખિકસ જે પ્રભુમાં મારો પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક છે તે તમને સર્વ માહિતી આપશે.

  3. તમે અમારી પરિસ્થિતિ જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલાં જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

  4. ¶ પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે.

  5. તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

  6. મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે.

  7. જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.