મુખ્ય સામગ્રી પર જાઓ

The Promises of God વિશે બાઇબલની કલમો: Christ

6 કલમો · 57 પાસાં

"The Promises of God" શોધો

Christ વિશે કલમો

  1. ¶ જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ.

  2. તે મારા નામને માટે એક ઘર બાંધશે અને હું તેનું રાજયાસન સદાને માટે સ્થાયી કરીશ.

  3. પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’

  4. ¶ એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.

  5. હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ ‘તારા સંતાનને’, એમ એક વિષે કહે છે તે તો ખ્રિસ્ત છે.

  6. ¶ તો નિયમશાસ્ત્ર શા માટે હતું? જેઓને ઇબ્રાહિમનું સંતાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેઓની પાસે તે સંતાન આવે ત્યાં સુધી નિયમશાસ્ત્ર અપરાધોને લીધે આપવામાં આવેલું હતું; અને તે મધ્યસ્થની મારફતે, સ્વર્ગદૂતો દ્વારા ફરમાવેલું હતું.