Rocks વિશે બાઇબલની કલમો: God as the strength of his people
God as the strength of his people વિશે કલમો
હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.
યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
કેમ કે તું પોતાના તારણમાં ઈશ્વરને ભૂલી ગયો છે, અને તારું રક્ષણ કરનાર ખડકનું સ્મરણ કર્યું નથી; તેથી તું સુખદ રોપા રોપે છે અને તેમાં વિદેશી કલમ મેળવે છે.