Pity વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ જે બધી પ્રજાઓ પર યહોવાહ તારા ઈશ્વર તને જય અપાવશે તેઓનો તારે ઉપભોગ કરવો, તારી આંખ તેઓ પર દયા લાવે નહિ. તારે તેઓનાં દેવોની પૂજા કરવી નહિ, કેમ કે તે તારા માટે ફાંદારૂપ થશે.
¶ તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ.
તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય.
તમારે દયા દર્શાવવી નહિ; જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ અને પગને બદલે પગની શિક્ષા કરવી.
¶ જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે,
તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
તેઓના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.
ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું.
જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે.