Oppression વિશે બાઇબલની કલમો: Prayers against
Prayers against વિશે કલમો
જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો.
તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.